શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી,આધ્ય શક્તિ શ્રી વેરાઈ , મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનાં એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
દોસ્તો અમારી આ એપ પસંદ આવે તો તમારા દોસ્તો & ફ્મેલી સાથે અવસ્ય લીનક શેર કરો, જેથી તેને પણ લાભ મળે.